બંધ

    માનનીય પ્રશાસક

    Imag_Admin_Sir

    શ્રી. પ્રફુલ પટેલ

    માનનીય સંચાલક
    યુટી પ્રશાસન, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ

    શ્રી. પ્રફુલ પટેલ

    શ્રી. પ્રફુલ ખોડાભાઇ પટેલનો જન્મ 28 ઓગસ્ટ, 1957 ના રોજ ગુજરાતના મહેસાણા જીલ્લાના ઊંઝા નજીક ઉનાવા ખાતે થયો હતો. તે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધારક છે અને બાંધકામ ક્ષેત્રે તેમણે કારકિર્દીની શરૂઆત કરી હતી. સામાજિક મુદ્દાઓ પ્રત્યેની તેમની ઊંડી સંવેદનશીલતાએ તેમને સેવાના માર્ગ તરફ દોર્યા, જેના કારણે તેઓ રાજકારણને કારકિર્દી તરીકે લઈ શક્યા. 2007 માં તેમણે હિંમતનગર મત વિસ્તારમાંથી રાજ્યની વિધાનસભાની ચૂંટણી જીતી હતી અને 2012 સુધી વિધાનસભાના સભ્ય તરીકે ફરજ બજાવી હતી. 2010 માં એમને શ્રી નરેન્દ્ર મોદી સરકારમાં ગૃહ રાજ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા અને તેમને પોલીસ હાઉસિંગ, બોર્ડરના વિભાગો ફાળવવામાં આવ્યા હતા. સુરક્ષા, નાગરિક સંરક્ષણ, હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળ, જેલ, નિષેધ અને જકાત (કરવેરા).

    29 ઓગસ્ટ, 2016 ના રોજ તેમણે દમણ અને દીવના સંચાલક તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો અને 30 ડિસેમ્બર, 2016 ના રોજ તેમને દાદરા અને નગર હવેલીના સંચાલક તરીકે નિમવામાં આવ્યા હતા. વહીવટકર્તા તરીકે, તેમણે આ ક્ષેત્રના ભૌતિક માળખામાં એક વિશાળ પરિવર્તનની સ્થાપના કરી, વિશ્વસ્તરીય પ્રોજેક્ટ્સનો માર્ગ મોકળો કર્યો, જ્યારે લોકોની વિવિધ જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવી, ખાસ કરીને પછાત વર્ગની.

    તેઓના સતત પ્રયત્નોને કારણે બંને કેન્દ્રશાસિત પ્રદેશ એટલે કે દાદરા અને નગર હવેલી અને દમણ અને  દીવને 26 જાન્યુઆરી, 2020 ના રોજ એક કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલ અને દમણ અને દીવ તરીકે જોડવામાં આવ્યા હતા.

    ભૂતપૂર્વ પ્રશાસકની સૂચી
    નામ અવધિ
    શ્રી કે.એસ. બદવાની, આઈ.એ.એસ 16/03/1992 – 28/03/1994
    શ્રી રમેશચંદ્ર , આઈ.એ.એસ. 28/03/1994 – 15/07/1995
    શ્રી એસ.પી અગ્રવાલ, આઈ.એ.એસ 15/07/1995 – 25/06/1998
    શ્રી રમેશ નેગી, આઈ.એ.એસ 25/06/1998 – 23/02/1999
    શ્રી સનત કૌલ, આઈ.એ.એસ. 23/02/1999 – 23/04/1999
    શ્રી રમેશ નેગી, આઈ.એ.એસ. 23/04/1999 – 19/07/1999
    શ્રી ઓ.પી. કેલકર, આઈ.એ.એસ. 19/07/1999 – 12/11/2002
    શ્રી અરૂણ માથુર, આઈ.એ.એસ. 12/11/2002 – 16/11/2005
    શ્રી વી.કે.સિંઘ, આઈ.એ.એસ. 16/11/2005 – 26/05/2006
    શ્રી ધર્મેન્દ્ર, આઈ.એ.એસ. 26/05/2006 – 01/06/2006
    શ્રી આર.કે. વર્મા, આઈ.એ.એસ 01/06/2006 – 29/01/2008
    શ્રી સત્ય ગોપાલ, આઈ.એ.એસ 29/01/2008 – 07/03/2011
    શ્રી નરેન્દ્ર કુમાર, આઈ.એ.એસ. 07/03/2011 – 28/08/2012
    શ્રી બી.એસ. ભલ્લા, આઈ.એ.એસ. 28/08/2012 – 17/08/2014
    શ્રી આશિષ કુંદ્રા, આઈ.એ.એસ. 18/08/2014 – 13/03/2016
    શ્રી વિક્રમ દેવ દત્ત, આઈ.એ.એસ. 14/03/2016 – 29/08/2016
    શ્રી પ્રફુલ પટેલ 29/08/2016 –