ભારતીય આરક્ષિત વાહિની, લક્ષદ્વીપ, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ૨ ફેબ્રુઆરી ૧૯૯૬ ના ભારત સરકારના આદેશ દ્વારા વર્ષ ૧૯૯૬ માં મંજૂરી આપવામાં આવી હતી. લક્ષદ્વીપ ખાતે ત્રણ કંપનીઓ અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશો માટેની ૦૪ (ચાર) કંપનીઓના ગુણોત્તરમાં વહેંચાઈ છે. આ ભરતી વર્ષ ૧૯૯૯ થી ચાર તબક્કામાં કરવામાં આવી હતી અને એસ.ટી.સી. બી.એસ.એફ. બેંગલુરુ, ટેકનપુર અને જોધપુર જેવી બી॰એસ॰એફ તાલીમ સંસ્થાઓમાં મૂળ તાલીમ આપવામાં આવી હતી.
ભારતીય આરક્ષિત વાહિની ને ૧૬/૧૨/૨૦૦૦ માં તત્કાલીન માનનીય ગૃહમંત્રી શ્રી એલ.કે. અડવાણી દ્વારા રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યું હતું.